Ticker

6/random/ticker-posts

What is Cyber Crime? Complete information about it.


સાયબર ક્રાઇમ વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે સાયબર ક્રાઇમ શું છે અને તેનાથી બચવું કેવી રીતે. તેના વિશે જાણવું બધા જ ઇન્ટરનેટ યુઝર માટે ખૂબ જ અગત્યનું છે. આ આર્ટીકલ ની અંદર આપણે જોઇશું કે સાયબર ક્રાઇમ અપરાધ શું છે તે કેટલા પ્રકારના હોય છે અને તેની કમ્પ્લેન કેવી રીતે કરી શકાય.


  • સાયબર ક્રાઇમ અપરાધ શું છે અને તેનાથી કેવી રીતે બચવું

સાયબર ક્રાઇમ વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે સાયબર ક્રાઇમ શું છે અને તેનાથી બચવું કેવી રીતે. તેના વિશે જાણવું બધા જ ઇન્ટરનેટ યુઝર માટે ખૂબ જ અગત્યનું છે. આ આર્ટીકલ ની અંદર આપણે જોઇશું કે સાયબર ક્રાઇમ અપરાધ શું છે તે કેટલા પ્રકારના હોય છે અને તેની કમ્પ્લેન કેવી રીતે કરી શકાય.

જ્યારે ઈન્ટરનેટને ડેવલપ કરવામાં આવ્યું હશે ત્યારે કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે ભવિષ્યમાં તેનો કેટલો દુરુપયોગ પણ થઈ શકે છે. અને આજે સાઇબર ક્રાઇમ ખૂબ જ વધી ગયા છે.

જે લોકો અપરાધી અથવા ખૂબ જ હોશિયાર હોય છે તેઓ ઇન્ટરનેટનો દુરઉપયોગ કરતા હોય છે.

આવા લોકો હેકિંગથેફ્ટ (Theft),  malicious software,  વાયરસ વગેરે દ્વારા ઇન્ટરનેટ યુઝર્સને એટલે કે ઇન્ટરનેટ વાપરનારને પોતાનો શિકાર બનાવે છે.

તેથી દરેક ઇન્ટરનેટ વાપરનારને સાયબર ક્રાઇમની જાણકારી હોવી અતિ આવશ્યક થઈ ગઈ છે. જો તમને અત્યાર સુધી તેના વિશે કોઈ જાણકારી નથી તો તમે અહીં આપેલી જાણકારી દ્વારા સાઇબર ક્રાઇમ વિશે જાણી શકો છો.

તો ચાલો જાણીએ સાયબર ક્રાઇમ શું હોય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેના વિષે જાણીએ.

  • સાઇબર ક્રાઇમ શું છે

સાયબર ક્રાઇમ એ એક એવો અપરાધ છે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ઓનલાઇન ગુનો કરવા માટે થાય છે.

સીધા શબ્દોમાં કહીએ તો કોઈના કોમ્પ્યુટર માંથી તેની પર્સનલ જાણકારી લઈ લેવી અથવા ચોરી કરી લેવી અને તેનો દુરુપયોગ કરવો તેને જ સાયબર ક્રાઇમ કહેવાય છે અને જો તે મોટું સ્વરૂપ લઇ લે તો તેને સાઇબર આતંકવાદ કહેવાય છે.

તેમાં કોઈની પર્સનલ જાણકારી ચોરી લેવી તેના સિવાય અગત્યના કાગળદસ્તાવેજફ્રોડ કરવુંબાલ અશ્લીલતાનફરત વગેરે વગેરે અપરાધ કહેવાય છે.

જે લોકો આવો અપરાધ કરે છે તેઓને સાયબર અપરાધી કહેવાય છે અથવા સાયબર ક્રિમિનલ્સ કહેવાય છે. તેઓ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સિસ્ટમ એક્સેસ કરે છે અને લોકોની પર્સનલ ઇન્ફોર્મેશન, bank details વગેરે ચોરી કરી લે છે.

જે અપરાધી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે તેઓને હેકર્સ કહેવામાં આવે છે.

  • કોમ્પ્યુટર અપરાધ ના પ્રકાર

કમ્પ્યુટર અપરાધ ઘણા પ્રકારો થી થઈ શકે છે. ચાલો થોડું વિસ્તારથી સમજીએ.

માહિતીની ચોરી કરવી -: કોઈપણ કોમ્પ્યુટર માંથી તેની પર્સનલ જાણકારી ચોરી લેવી જેમકે યુઝરનેમ પાસવર્ડ.

માહિતીનો નાશ કરવો -: કોઈપણ કોમ્પ્યુટર માંથી તેની જરૂરી માહિતી નો નાશ કરવો. જેમકે ફોટો વિડીયો દસ્તાવેજ વગેરે વગેરે
આ સિવાય ફેરબદલી કરવી બહારથી નુકસાન પણ પહોંચાડી શકાય છે.

  • ચાલો હવે જાણીએ સાયબર  અપરાધ ના પ્રકાર

( 1) સ્પેમિંગ (Spamming)  -: આ પ્રકારમાં ઉપયોગ કરતા ને અનેક પ્રકારના ઈમેલ આવતા હોય છે. જેને ઓપન કરવાથી કમ્પ્યુટરને નુકસાન થતું હોય છે. આવું ત્યારે થતું હોય છે કે જ્યારે યુઝર ઈમેલને ઓપન કરીને તેમાં આપેલી લીંક ઉપર ક્લિક કરે છે. જેથી વાયરસ મેલવેર ઓટોમેટિકલી ડાઉનલોડ થઇ જાય છે.

( 2) ફિશિંગ (Phishing) -: આ પ્રકારનો ગુનો તેને કહેવાય છે કે જેમાં યુઝરને ફ્રોડ ઈમેલ મોકલી ને મૂર્ખ બનાવવામાં આવતો હોય છે અને તેની પર્સનલ માહિતી ચોરી લેવાની કોશીશ કરવામાં આવતી હોય છે. તેમાં કોપર ઇનામ લોટરી જીવા ઈમેલ મોકલવામાં આવે છે જેથી યુઝર લાલચમાં આવીને પોતાની બેંક details એડ્રેસ અને અન્ય પ્રકારની માહિતી સબમીટ કરી દેતા હોય છે.

( 3) હેકિંગ -: આ પ્રકારના ગુનામાં હેકર્સ બીજા કોમ્પ્યુટર સિસ્ટમ ને તેમની અનુમતી વગર એક્સેસ કરી લે છે અને તેની પર્સનલ માહિતી ચોરી લે છે. જેમાં આ કામ એટલું silently કરવામાં આવે છે કે જેથી કોમ્પ્યુટર ઉપયોગ કરતાં એ પણ તેની ખબર પડતી નથી.

( 4) ચોરી -: આ પ્રકારના ગુનો ત્યારે દાખલ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ copyright laws નો ઉલ્લંઘન કરે છે. જેમકે મ્યુઝિક, મુવીઝ, ગેમ અને સોફ્ટવેર ડાઉનલોડ કરવું. એવી ઘણી piracy વેબસાઈટ છે જેમાં ઓરીજનલ માહિતી તેના ઓનર્સ ની પરમીશન વગર ફ્રી મા movies, સોંગ, ગેમ્સ, સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે મૂકે છે.

(5) વાઈરસ ફેલાવવા :- સાયબર અપરાધી એવા કેટલાક સોફ્ટ્વેર તૈયાર કરે છે કે જેમા અમુક પ્રકારના વાઈરસ રહેલા હોય છે.. તેમા વોર્મ (Worm), ટાર્ઝન હોર્સ અને લોજીક હોર્સ વગેરે વાઈરસ સામેલ હોય છે. આવા વાઈરસ એક પ્રકારના કોમ્પ્યુટર માથી બીજા કોમ્પ્યુટર મા ઝડપથી ફેલાઈને નુકશાન કરતા હોય છે.. 

(6) સોફ્ટવેર પાઈરસી :- કોઈના સોફ્ટવેરની પાઈરસી કરીને સસ્તા મા તેનુ વેચાણ કરવુ પણ સાઈબર ક્રાઈમ મા આવે છે.. કેમ કે આવુ કરવાથી સોફ્ટવેર બનાવતી કમ્પનીઓને ભારે મોટુ નુક્શાન ભોગવવુ પડતુ હોય છે..

(7) ફ્રોડ બેંક કોલ :- આવા પ્રકારના ક્રાઈમમા બેંક ના ક્સ્ટ્મરોને ફોન કરીને તેઓની બેંક ડીટેલ પુછવામા આવે છે.. જેમા મોટા ભાગે ક્રેડીટ કાર્ડ નંબર ડેબીટ કાર્ડ નંબર વગેરે માંગવામા આવે છે અને પછી બેંક ખાતા માથી પૈસા ની ચોરી કરવામા આવે છે..

  • ચાલો ત્યારે હવે જાણીએ કે આવા પ્રકારના સાઈબર ક્રાઈમથી બચવુ કેવી રીતે...


  • Spamming and Phishing Mail શુ છે તેના વિષે જાણો અને કોઈ અજાણ્યા આઈડી પરથી મેઈલ આવ્યો હોય તો તેને ઓપન કરી ને કોઈ લિંક આપી હોય તો ક્લિક કરવાનું    ટાળવં જોઇએ.



  • ઈન્ટરનેટ પર વધી રહેલ સાઈબર ક્રાઈમ ને પોતે જાગ્રુતતા રાખીને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ અને બીજાઓને  પણ આ રીતે જાગ્રુત કરવા.



  • કોઇ પણ વેબસાઈટ પર પોતાની પર્સનલ માહિતી કયારેય શેર  ન કરવી. ફક્ત કોઈ વેરીફાઈડ સાઈટ  હોય તો જ કરવી.



  • ઓન લાઈન શોપીંગ માટે પણ કોઈ વિશ્વાશ પાત્ર સાઈટ નો જ ઉપયોગ કરવો.



  • જ્યારે પણ કોઈ સાઈટ પરથી ઓનલાઈન પેમેંટ કરીયે ત્યારે સાઈટ ની શરુઆત મા લોકનું સીમ્બોલ અવશ્ય જોવું અને જરૂર થી ચેક કરવુ કે URL  https:// થી ઓપન થવી જોઇએ. http:// થી નહિ.



  • પોતાના કોમ્પ્યુટર મા હમેશા સારો અને વિશ્વાસપાત્ર એન્ટીવાઈરસ નો ઉપયોગ કરવો જોઈએ.



  • પોતાના કોમ્પ્યુટર મા તમે જે પણ વેબ બ્રાઉઝર ઉપયોગ કરતા હોય તેને હમેશા અપડેટ કરતા રહેવુ જોઇએ.

  • Free Wifi થી હમેશા બચવું જોઇએ અને હમેશા પોતાના Wifi, Online Account માટે સુરક્ષિત પાસવર્ડ રાખવો જોઈએ. 



  • ભારતમા આ પ્રકારના સાઈબર ક્રાઈમ ની ફરિયાદ ક્યા કરવી.

         આ પ્રકારની ફરિયાદ કરવા માટે આપ ભારત સરકારની વેબસાઈટ Cyber Crime Portal પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો અને જો આપ ઈચ્છો તો National Cyber Crime Reporting Portal ની Helpline Number 155260 પર કોલ પણ કરી શકો છો.


Post a Comment

0 Comments