Ticker

6/random/ticker-posts

The Surprising Reason we say Hello on phone


શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ફોન રીસીવ કરીએ કે કોઈ ને ફોન કરીએ ત્યારે સૌપ્રથમ ‘Hello’ જ કેમ બોલીએ છે.. તેની પાછળ એક રસપ્રદ ઈતિહાસ છે. જોકે ‘Hello’ બોલવા પાછળ 2 વાતો સાંભળવા મળે છે. આવો, જાણીએ ‘Hello’ બોલવા પાછળનો ઈતિહાસ.

શું થાય છે ‘Hello’ શબ્દ નો અર્થ?


ઑક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્સનરી પ્રમાણે ‘Hello’ શબ્દ, જૂના જર્મન શબ્દ હોલાથી બન્યો છે. આ શબ્દ જૂના જર્મન શબ્દ ‘હોલા’થી જન્મયો છે. હોલાનો મતલબ થાય છે કે કેમ છો, કેવો હાલ છે તેમ.

પ્રાચીન સમયમાં આ શબ્દનો ઉપયોગ સમુદ્રમાં યાત્રા દરમિયાન નાવિકો કરતા હતા. અંગ્રેજ કવિ ચૉસરના જમાનામાં એટલે કે ઈ.સ. 1300 બાદ આ શબ્દ હાલો (Hallow) બની ગયો હતો. તેના 200 વર્ષ પછી એટલે કે શેક્સપિયરના જમાનામાં તે હાલૂ (Halloo) બની ગયો. ત્યારબાદ શિકારીઓના ઉપયોગથી ફરીથી બદલાવ આવ્યો અને હાલવા, હાલૂવા, હોલો (Hallloa, Hallooa, Hollo) શબ્દો બન્યા.

હેલ્લો શબ્દ બોલવા પાછળ જે એક થીયરી સાંભળવા મળે છે તે છે ફોનનો આવિષ્કાર કરનાર ગ્રાહમ બેલની મંગેતરનુ નામ.


કહેવાય છે કે ગ્રાહમ બેલની મંગેતરનુ નામ ‘મારગ્રેટ હેલ્લો’ હતું. ગ્રાહમ બેલે ફોનની શોધ કર્યા બાદ સૌથી પહેલો ફોન પોતાની મંગેતરને કર્યો અને ફોન પર તેને પ્રેમથી ‘Hello’ તરીકે બોલાવી. અને ત્યારથી જ ‘Hello’ ચલણમાં આવી ગયું.


પરંતુ આ થીયરીને સાચી ન માનનારા ઘણાં લોકો છે.


તો શું  છે ‘Hello’ શબ્દ પાછળનો ખરો ઈતિહાસ?


કહેવાય છે કે ગ્રાહમ બેલે ક્યારેય ‘Hello’ શબ્દનો ઉપયોગ કર્યો જ ન હતો. ફોનની શોધ કર્યા બાદ ગ્રાહમે સૌથી પહેલો ફોન તેમની આસિસ્ટન્ટને કર્યો હતો અને ફોન પર કહ્યું હતું, ‘Come here. I want to see you.’ પરંતુ આ તેમને પસંદ ન પડ્યું. એટલે તેમણે લાંબા વાક્યની જગ્યાએ ‘Ahoy Ahoy’ બોલવાનો પ્રસ્તાવ મૂક્યો. ગ્રાહમ બેલ પહેલેથી જ ‘Ahoy’ શબ્દ બોલતા હતા. અને આ શબ્દનો ઉપયોગ ફોન પર વાત કરતી વખતે શરૂઆતમાં થવા લાગ્યો.

જ્યારથી લોકોએ ટેલિફોનનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો ત્યારે શરૂઆતમાં લોકો પૂછતા હતા, ‘Are you there?’ આવું પૂછવા પાછળનું કારણ એ હતું કે સામેવાળી વ્યક્તિ સુધી ફોન કરનારનો અવાજ પહોંચે છે કે નહીં તે જાણી શકાય.


પરંતુ કહેવાય છે કે જ્યારે વર્ષ 1876માં એલેક્ઝેંડર ગ્રાહમ બેલને ટેલિફોનની શોધની પેટન્ટ મળી. ત્યારે તેઓ શરૂઆતમાં નાવિકો માટે જે શબ્દ વપરાતો તે ‘અહોય’ કે ‘હાય’ (Ahoy)નો ઉપયોગ કરતા હતા. પરંતુ એક વખત થૉમસ એડિસને ‘Ahoy’ શબ્દ ખોટો સાંભળી લીધો અને 1877માં તેમણે ‘Hello’ શબ્દ બોલવાનો પ્રસ્તાવ મૂક્યો. તે માટે તેમણે પિટ્સબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને પત્ર લખ્યો અને કહ્યું કે ટેલીફોન પર વાત કરતા પહેલા સૌથી પહેલો શબ્દ ‘Hello’ બોલવો જોઈએ. અને જ્યારથી તેમણે પહેલી વખત ફોન કર્યો અને ‘Hello’ બોલ્યા ત્યારથી આજના દિવસ સુધી આપણે ફોન ઉપાડતા ‘Hello’ જ બોલીએ છીએ.

જોયું મિત્રો કેવી રસપ્રદ વાત છે ને.. તો આવુ કઈક નવુ વાંચીને નવુ નવુ જાણવાની મજા આવતી હોય છે..


Post a Comment

1 Comments