Ticker

6/random/ticker-posts

What is Computer Virus?




કમ્પ્યુટરના સારા પ્રદર્શન માટે અને તેની સુરક્ષા માટે આપણે કમ્પ્યુટર વાયરસ શું છે અને તેનાથી કમ્પ્યુટર ને બચાવવા ના ઉપયોગો વિશે જાણવું જરૂરી છે.  સીધી ભાષામાં જોવા જઈએ તો કમ્પ્યુટર વાયરસ એ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક સંક્રમણ કહેવાય છે.
જો એક વાર આ વાઇરસ આપણા કમ્પ્યુટર સિસ્ટમ ની અંદર દાખલ થઈ ગયો તો આપણા કમ્પ્યુટરનું performance slow  કરી નાખે છે અને ઘણીવાર data loss તથા સિસ્ટમ ક્રેશીશ જેવી ઘણી ખતરનાક વસ્તુઓ આપણા કમ્પ્યુટર સાથે આ વાયરસ કરી શકે છે

કમ્પ્યુટર અથવા કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ માટે આવા કમ્પ્યુટર વાયરસ ખૂબ જ ખતરનાક સાબિત થતા હોય છે. જો તમે તમારા કમ્પ્યુટરને કોઈપણ ઉપાયથી વાયરસથી સુરક્ષિત રાખવા માંગતા હોય તો આપણે થોડી સાવધાની રાખવી પડશે. આ પોસ્ટમાં આપણે જાણીશું કે ખરેખર કમ્પ્યુટર વાયરસ શું હોય છે અને આ વાઇરસ કમ્પ્યુટર ને કેવી રીતે નુકશાન કરતો હોય છે.


જ્યારે કમ્પ્યુટર સિક્યોરીટી ના વિષે ચર્ચા કરતા હોઈએ તો વાયરસ એ એક પ્રમુખ ખતરો સાબિત થતો હોય છે. કમ્પ્યુટર વાયરસ તેની જાતે ઉત્પન્ન નથી થતો પરંતુ તેને પ્રોગ્રામર દ્વારા કોઇ ખાસ ઉદ્દેશથી બનાવવામાં આવતો હોય છે. કમ્પ્યુટર વાયરસ આપણા સિસ્ટમમાં ઘણી બધી રીતથી દાખલ થઈ શકતો હોય છે. એકવાર સિસ્ટમની અંદર એક્ઝિક્યુટ થઈ ગયા પછી એ આખા કમ્પ્યુટરમાં ફેલાઈ જતો હોય છે જેના પછી આપણે કમ્પ્યુટરમાં ઘણી બધી સમસ્યાઓ દેખાવામાં ચાલુ થઈ જતી હોય છે. તો ચાલો આપણે સમયનો વ્યય કર્યા વગર જાણીએ કે કમ્પ્યુટર વાયરસ શું હોય છે અને તેનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ

કમ્પ્યુટર વાયરસ શું છે


કમ્પ્યુટર વાયરસ એ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જેને કમ્પ્યુટર સંચાલન કરવાના કંટ્રોલને બદલવાના તથા તેમને નુકસાન પહોંચાડવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવતો હોય છે. આ પ્રકારના કમ્પ્યુટર વાયરસ પોતાના code ને કમ્પ્યુટરમાં અમલ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ અથવા કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ ની સાથે એટેચ થઈને સંચાલિત થતો હોય છે અને ધીરે-ધીરે આપણા કમ્પ્યુટરની અંદર ફેલાતો જતો હોય છે

આમ જોવા જઈએ તો કમ્પ્યુટર વાયરસ એ ઓછી ક્ષમતા ધરાવતા કમ્પ્યુટર સિસ્ટમ પર સૌથી વધારે ઇન્ફેક્શન કરતો હોય છે. એકવાર કમ્પ્યુટર સિસ્ટમ માં અમલીકરણ થઈ ગયા પછી આ વાયરસ આપણા કમ્પ્યુટર માં રહેલી ફાઈલ અને પ્રોગ્રામ ને નુકસાન કરે છે અને આપણા કમ્પ્યુટર નું પરફોર્મન્સ પણ ઓછું કરી દે છે સાથે સાથે કમ્પ્યુટરના સોફ્ટવેર તથા બીજી અમુક ફાઇલોને કામ કરતી બંધ કરી દે છે.આવા કમ્પ્યુટર વાયરસ બનાવવા નો ઉદ્દેશ ઓછી ક્ષમતા ધરાવતા કમ્પ્યુટરો ને નુકશાન કરવું તથા તેમના કંટ્રોલ અને સંવેદનશીલ ડેટા ઓ ની ચોરી કરવા માટે થતો હોય છે...

હેકર એટલે કે કમ્પ્યુટરની દુનિયામાં ખૂબ ભણેલો ગણેલો પરંતુ ખરાબ ઇરાદાથી કામ કરતો વ્યક્તિ એટલે કે ભણેલો-ગણેલો ચોર..આવા લોકો ખોટા ઇરાદાથી કમ્પ્યુટર વાઇરસ ડિઝાઇન કરે છે અને ઓનલાઈન યુઝર ને દગો આપીને આ વાયરસ તેમની સિસ્ટમમાં પહોંચાડી દેતા હોય છે.

આવા કમ્પ્યુટર વાયરસ આપણી સિસ્ટમમાં બીજા ઘણા રસ્તાઓ થી પણ આવી શકતા હોય છે જેવી રીતે ઈમેલ માધ્યમથી આવતા હોય છે પછી ઈમેલ ની અંદર કોઈ એટેચમેન્ટ આપેલું હોય અને એટેચમેન્ટ ને આપણે ઓપન કરીએ તો પણ આ વાયરસ આવી જતા હોય છે. કોઈ એવી વેબસાઈટ હોય કે જેના પર આપણે કોઈ ફાઈલ ડાઉનલોડ કરતા હોય તો એના માધ્યમથી પણ વાઈરસ તમારા કમ્પ્યુટર માં દાખલ થઇ શકતા હોય છે. કોઈ એડવર્ટાઈઝમેન્ટ હોય તો એડવર્ટાઇઝ ઓપન કરતી વખતે પણ આ વાઇરસ આપણા કમ્પ્યુટરમાં દાખલ થતા હોય છે આના સિવાય ઘણી વાર વાઇરસ યુક્ત યુએસબી પેન ડ્રાઇવ નો ઉપયોગ કરવાથી પણ આ વાઇરસ કમ્પ્યુટર માં દાખલ થતા હોય છે.

કમ્પ્યુટર વાઇરસ ના પ્રકાર


Web Scripting Virus


આ પ્રકારના વાયરસ ખૂબ જ પ્રચલિત છે આ પ્રકારના વાઈરસ કોઈ વેબસાઈટ અથવા કોઈ લિંક એડવર્ટાઈઝમેન્ટ ઈમેજ કે વિડીયો સાથે જ રહેતા હોય છે. વેબસાઇટની આવી સામગ્રી પર ક્લિક કરવાથી આ વાયરસ આપણા કમ્પ્યુટરમાં અથવા મોબાઈલ પર ઓટોમેટિકલી ડાઉનલોડ થઇ જતા હોય છે. આ વાયરસ એવી વેબસાઈટ ઉપર પણ મળતા હોય છે કે જેમનો ઉપયોગ સોશિયલ નેટવર્કિંગ ઉદ્દેશ માટે કરવામાં આવતો હોય છે ઉદાહરણ તરીકે એવી વેબસાઈટ કે જેના ઉપર યુઝર, મેઈલ ચેટ રૂમ અને મેસેજ બોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જો આવા પ્રકારના કમ્પ્યુટર વાયરસ તમારી સિસ્ટમમાં આવી ગયા હોય તો તેની ઘણી નિશાનીઓ તમને જોવા મળશે જેમકે બ્રાઉઝર અને લેપટોપ નું બેગ્રાઉન્ડ પોતાની જાતે બદલાઈ જશે અથવા આપણા કમ્પ્યુટરનુ પરફોર્મન્સ સ્લો થઇ જશે વગેરે વગેરે...

Browser Hijacker


આવા પ્રકારના વાયરસ યુઝરની પરમીશન વગર જ વેબ બ્રાઉઝરના સેટિંગને મોડીફાય કરી દેતા હોય છે જેના પછી યુઝર વેબ સાઈટો ઉપર ઓટોમેટિકલી પહોંચી જાય છે. ઉદાહરણ તરીકે કોઈ બ્રાઉઝરના એડ્રેસમાં તમે કોઈ વેબસાઈટનું નામ લખો છો તો આવા પ્રકારના વાયરસ તમને તે વેબસાઈટ માં લઇ જવાની જગ્યાએ બીજી જ કોઇ ઇન્ફેક્ટેડ વેબસાઈટ ઉપર લઈ જતી હોય છે.

Boot Sector Virus


આ પ્રકારના વાઈરસ ત્યારે જ તમારા કમ્પ્યુટરની અંદર ફેલાય છે જ્યારે તમારા કમ્પ્યુટર પર કોઈ ઇનફૅક્ટ ડીસ્ક દ્વારા બુટીંગ કરવામાં આવેલું હોય છે આવા પ્રકારના વાયરસ ખાસ કરીને ફ્લોપી ડિસ્ક કે સેક્ટર અથવા હાર્ડ ડિસ્ક કે માસ્ટર બોટ રેકોર્ડ ને સંક્રમિત કરતું હોય છે આવા પ્રકારના વાયરસ લોડ થયા પછી ઇન્ફેક્ટેડ કમ્પ્યુટરમાં અને અન્ય ફ્લોપી ડિસ્ક ને પણ સંક્રમિત કરતા હોય છે.

ત્યારબાદ આવા જ બીજા કેટલાય વાયરસ ના પ્રકાર છે જેમકે
Direct action virus,
File infector Virus,
Network Virus,
Macro Virus,
Resident Virus,
Encrypted Virus,

કમ્પ્યુટર વાયરસ ના લક્ષણો


Slow internet speed,

Unexpected advertisement ,

Slow performance,

Error messages ,

Security attacks,

Missing or extra files,

Unnecessary emails,

System crashes

કમ્પ્યુટર માંથી વાયરસ નો નિકાલ કેવી રીતે કરવો


કમ્પ્યુટર ને સંપૂર્ણ રીતે virus free બનાવવા માટે સૌપ્રથમ તમારે કમ્પ્યુટરને વાઇરસ સ્કેન કરવું પડશે. આનાથી આપણને ખબર પડશે કે આપણી સિસ્ટમ કયા પ્રકારના વાયરસથી સંક્રમિત છે.

યાદ રાખવું કે ખાલી વાયરસ સ્કેન કરવાથી કામ થવાનું નથી આપણે તેના માટે કોઈ યોગ્ય એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપયોગમાં લેવો પડશે. 

અમુક વાર એવું થતું હોય છે કે ફ્રી એન્ટી વાયરસ નો ઉપયોગ કરવાથી કમ્પ્યુટર પર તેની કોઇ ખરાબ અસર પડી શકતી હોય છે જેથી paid એન્ટીવાયરસ સોફ્ટવેર ખરીદવાની હુ મારી અંગત સલાહ આપું છું.  અહીંયા કેટલાક એન્ટિવાયરસ ના નામ આપ્યા છે જેને તમે ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતે ખરીદી શકો છો

Quick Heal,
Kaspersky Internet Security,
Bitdefender,
Norton,
McAfee,
Avast,
Guardian Total Security,
AVG antivirus,
K7 antivirus,
Avira

સારાંશ :


મિત્રો ઉપરોક્ત આર્ટીકલ પરથી તમે લોકો એ જાણ્યું કે કમ્પ્યુટર વાઇરસ શું હોય છે અને તેનાથી બચવા માટે શુ ઉપાય કરવા જોઈએ. આ આર્ટીકલ ની અંદર કમ્પ્યુટર વાયરસ માટે ની સંપૂર્ણ જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આશા રાખું છું કે આ પોસ્ટ અથવા આર્ટીકલ વાંચીને તમને તમારા સવાલોના જવાબ મળી ચૂક્યા હશે પરંતુ તેમ છતાં કોઇપણ પ્રશ્નો ઉદ્ભવે આપના મનમાં તો આ આર્ટીકલ નીચે આપ કોમેન્ટ પણ કરી શકો છો.  કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો.  તમારા પ્રશ્નનો જવાબ જરૂરથી આપવામાં આવશે

Post a Comment

0 Comments