Ticker

6/random/ticker-posts

How to become a Professional Photographer? Career in Photography.


How to become photographer ? How to make Career in photography?


જો તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા ઇચ્છતા હોય તો આ પોસ્ટ તમારા માટે જ છે. અહીંયા હું તમને પ્રોફેશનલ ફોટોગ્રાફર કેવી રીતે બનવું તે માટેની જાણકારી આપીશ. 


અહીં આપેલી જાણકારી તમને how to make career in photography મા પણ કામ લાગશે. અહીંયા તમને ફોટોગ્રાફર બનવા માટે કયા પ્રકારની યોગ્યતા જોઈતી હોય, કેરિયર વગેરે વગેરે વિશે પૂરેપૂરી જાણકારી મળી જશે. 

How to become photographer આર્ટીકલમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા વિશે ઘણી બધી જાણકારી મળી જશે. જ્યારથી ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોન અને મોબાઈલ ની એન્ટ્રી થઈ છે ત્યારથી લોકોને ફોટોગ્રાફી કરવાનો શોખ ખૂબ જ વધી ગયો છે. 

જેથી આજના સમયમાં ફોટોગ્રાફીમાં કેરિયર બનાવી ને આગળ વધવાની ખૂબ જ ડિમાન્ડ વધી ગઇ છે. હવેના સમયમાં તો નવી નવી ટેકનોલોજી દ્વારા કેમેરા અને મોબાઇલની ની સંખ્યા વધારીને દર્શકોને આકર્ષી શકાય છે. તમે પોતે પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે તમારુ એક સફળ કેરિયર બનાવી શકો છો.


પ્રોફેશનલ ફોટોગ્રાફર કેવી રીતે બનવું ( how to become Professional Photographer?)


એક પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા માટે જો તમે પહેલા ફોટોગ્રાફી નો કોર્સ કરો છો તે તમારા માટે ખૂબ જ આસાન રસ્તો બની જતો હોય છે. ફોટોગ્રાફીમાં કોર્સ કરવાથી તમને ફોટોગ્રાફીને લગતી તમામ વિગતોને રૂબરૂ થવાનો મોકો મળી જતો હોય છે. 

તમને ફોટોગ્રાફર બનવા માટે થોડું-ઘણું ટેકનીકલ નોલેજ અને કેવી રીતે ફોટાને કેમેરામાં કેદ કરવું એ બધી વસ્તુઓ વિશે ઊંડાણમાં અભ્યાસ દ્વારા જ્ઞાન આપવામાં આવતુ હોય છે. 

ફોટોગ્રાફર બનવા માટે તમારી પાસે ખુબ સરસ કોલેજ અને બીજા અન્ય કેટલાય વિકલ્પો છે કે જ્યાંથી તમે આ જ્ઞાન મેળવી શકો છો. એક ફોટોગ્રાફર તરીકે તમારી પાસે ઇન્ટર પર્સનલ skill હોવી આવશ્યક છે જેનાથી તમે મોટી મોટી ઓર્ગેનાઇઝેશન સાથે ડીલ કરી શકો છો.


ફોટોગ્રાફી માટે કોર્સ


ફોટોગ્રાફીમાં કેરિયર બનાવવા માટે ઘણી ડિગ્રી-ડિપ્લોમા સર્ટિફિકેટ જેવા કોર્સ ઉપલબ્ધ છે. જેના દ્વારા તમે થોડાક જ મહિનામાં એક સારા પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકો છો. 

  • Certificate course in Photography
  • Bachelor in Photography
  • BSc in Photography
  • Diploma in Mass Communication
  • Bachelor in Mass Communication
  • BSc in Cinema and Film Making
  • BSc in Mass Communication
  • Diploma in Photography
  • Professional Course in Assistant Camera Department
  • Fashion and Photography


  આ પ્રકારના સર્ટીફીકેટ કોર્સ ની અવધિ ત્રણ થી છ મહિનાની હોય છે અને 40 થી 50 હજાર રૂપિયા સુધીની ફી હોય છે. ડિપ્લોમા કોર્સ એકથી બે વર્ષનો હોય છે અને તેની  ફી ૫૦ થી ૮૦ હજાર રૂપિયા પ્રતિ વર્ષ હોઇ શકે છે. બેચલર ડિગ્રીનો કોર્સ ત્રણ વર્ષનો હોય છે અને તેની ફી ૫૦ થી ૮૦ હજાર રૂપિયાની આસપાસ હોય છે. 



પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા માટેની યોગ્યતા 

(Qualification for professional photographer)


ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણેના કોર્સમાં જવા માટે  તમે 12th પાસ થયેલ હોવા જોઈએ ત્યારે તમે આ પ્રકારના કોર્ષ મા જવા માટે સક્ષમ બની શકો.


 ઘણી કોલેજો એવી છે કે જે ફોટોગ્રાફી ના કોર્ષ માટે 3 વર્ષ નો B.A. નો કોર્ષ પણ પ્રોવાઈડ કરે છે. અને ઘણી કોલેજો એવી છે કે જે આ પ્રકારના કોર્ષ ને પાર્ટ ટાઈમ મા પણ કરાવે છે.

આ સાથે જ  ઉપર દર્શાવ્યા પ્રમાણે ના કોર્ષ કરવાથી તમે એક પ્રોફેશનલ ફોટો ગ્રાફર બની શકો છો. જેમા તમને ફોટોગ્રાફી માટેની બધીજ બાબતો નો અભ્યાસ કરાવવામા આવે છે કે જેનાથી તમે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકો છો.


Career in Photography

જો તમે એક વાર આ પ્રકારના ફિલ્ડ મા પ્રવેશી ચુક્યા છો તો તમારા માટે કેરીયર અંગેના ખુબજ સારા વિકલ્પ ખુલ્લા થઈ જાય છે. 


      (1)    Event Photography :- 

         ઈવેંટ ફોટોગ્રાફી કોઈ પણ પ્રકારની ખાસ ઈવેન્ટ જેવી કે લગ્ન મહેંદી સંગીત અથવા કોઈ બર્થ્ડે પાર્ટી માટે કરવામા આવતી હોય છે. જ્યા તે ફોટોગ્રાફર ને સારા એવા પૈસા આપવામા આવતા હોય છે.


      (2)    Wildlife Photography :- 

         આ પ્રકારની ફોટોગ્રાફી તમારા માટે થોડી જોખમી જરૂર ગણાય છે. અહિયા તમારે જંગલો મા જઈ ને જંગલી પ્રાણીઓ તથા એવા જીવ જંતુઓ ની ફોટોગ્રાફી કરવાની હોય છે.


      (3)  Feature Photography :- 

         આ પ્રકારના ફોટોગ્રાફી મા કોઈ ચિત્ર અથવા ફોટોગ્રાફ ના માધ્યમથી કહાની ને સમજાવવાની હોય છે. તેમા કેરીયર બનાવવા માટે તેના વિષયમા ઉંડી જાણકારી હોવી આવશ્યક છે.


      (4)    Photojournalist :- 

           એક ફોટો જર્નાલીસ્ટ નો સમ્બંધ અખબાર થી એટ્લે કે છાપા થી હોય છે. જેમા દિવસ દરમિયાન થતી ઘટનાઓ તથા બીજી ગતિવિધીઓ માટેના ફોટોગ્રાફ અખબાર માટે મોકલવાના હોય છે.


      (5)   Advertising Photography :- 

           આ પ્રકારની ફોટોગ્રાફી મા ફોટોગ્રાફરને મોડેલ, ફેશન હાઉસ, ડીઝાઈનર્સ ની સાથે કામ કરવાનુ હોય છે. તેના માટે લેટેસ્ટ ફેશન અને ટ્રેંડ વિષેની જાણકારી હોવી આવશ્ય્ક છે.


       (6)   Fine Art Work Photography :- 

          આ પ્રકારની ફોટોગ્રાફી દ્વારા એવા દ્રશ્યો દર્શકો ની સામે દેખાડવામા આવે છે જે ખરેખર સામાન્ય કક્ષાના હોય છે પરંતુ તેને રજુ કરવાની કળા ખુબ જ ખાસ હોય છે.


       (7)   Forensic Photography :- 

            ફોરેન્સીક ફોટોગ્રાફી કે જેને અપરાધ દ્રશ્ય ફોટોગ્રાફી પણ કહેવાય છે. આ એક પ્રકારની એવી ગતીવિધી છે કે જેમા અદાલત અથવા કોર્ટ મા એક સ્થાયી રેકોર્ડ પ્રદાન કરવા માટે, અપરાધ નુ સ્થળ, ત્યા થયેલ ગતીવિધીઓ માટે થાય છે.


       (8)   Automobile Photography :- 

          આ એવા પ્રકારની ફોટોગ્રાફી છે જે મુખ્યત્વે વાહનો ને સંલગ્ન છે કે જેમા વાહનો ની ક્રીએટીવીટી દર્શાવવા માટે આ પ્રકારની ફોટોગ્રાફી કરવામા આવે છે.


      (9)  Industrial Photography :-  

       આ પ્રકારના ફોટોગ્રાફરની જરૂરિયાત મેડીકલ ઈન્ડ્સ્ટ્રિયલ રિસર્ચ જેવા સંસ્થાઓમા હોય છે. જો તમે આ પ્રકારના ક્ષેત્રમા જો તમે માહિર હોય તો જ આ પ્રકારની ફોટોગ્રાફીમા જવુ જોઇએ.


     (10) Support Photography :- 

         કોઈ પણ પ્રકારની ઈવેંટમા ફોટોગ્રાફરની સાથે સપોર્ટ ફોટોગ્રાફી કરવા માટે એક સપોર્ટ ફોટોગ્રાફરની પણ જરુરિયાત હોય છે જેનુ પણ એક વિશેષ મહત્વ હોય છે.


     (11) Freelancing Photography :- 

        આ એક એવા પ્રકારની ફોટોગ્રાફી છે કે જેમા ફોટોગ્રાફર બન્યા પછી પોતાના મન અને સમય મુજબ કામ કરી શકે છે. જેમા ફોટોગ્રાફર લગ્ન, સ્પોર્ટ્સ , ફેમીલી ફંક્શન વગેરે મા ફોટોગ્રાફી કરવાનુ કામ કરે છે. 

       આ બધા સિવાય પણ Fashion Photography, Wedding Photography, Portrait Photography, Product Photography, Architectural Photography, Travel Photography, Lifestyle Photography, Pet Photography, Sports Photography, Scientific Photography, Film Photography વગેરે વગેરે પણ છે.    

 

Salary of Professional Photographer

આમ તો જોવા જઈએ તો શરુઆત મા તો ફોટોગ્રાફર ને ૮૦૦૦ થી ૧૦૦૦૦ વચ્ચે સેલેરી મળતી હોય છે પરંતુ થોડો અનુભવ થઈ ગયા પછી પોતાનો સ્ટુડિયો ઓપન કરી ને લાખો રૂપિયા સુધી કમાઈ શકે છે.
 

કોર્ષ દરમિયાન શું શીખવા મળે છે.


એક પ્રોફેશનલ ફોટોગ્રાફર બનવા માટે તમે જે કોર્ષ સીલેક્ટ કરો છો તેમા તમને શટર સ્પીડ, કેમેરા લેન્સ, ફોકસ, સેન્સર વગેરે જેવા વિષયો મા ખુબ ઉંડાણપુર્વંક શિખવા મળે છે. આ પ્રકારના કોર્ષ મા તમને જે શિખવા મળે છે તેમા બારિકાઈ થી ધ્યાન આપવુ જરૂરી છે જે સામાન્ય લોકો માટે મામુલી છે.


પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે ટોપ ૧૦ કોલેજ

 ભારતમા ઘણી કોલેજો છે કે જેમા તમે ફોટોગ્રાફી શીખી શકો છો અને Professional Photographer બની શકો છો. જેમાની કેટલીક નીચે મુજબ છે.

એશિયન એકેડમી ઓફ ફિલ્મ એંડ ટીલીવિઝન, દિલ્લી

ફિલ્મ એંડ ટીલીવિઝન ઈન્સ્ટીટ્યુટ ઓફ પુણે

સેંટ ઝેવીયર કોલેજ, મુંબઈ

જામિયા મિલિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ માસ કોમ્યુનિકેશન રીસર્ચ સેંટરદિલ્લી

સ્કુલ ઓફ એપ્લાઈડ આર્ટ, મુંબઈ

ફર્ગુશન કોલેજ, પુણે

ઉસ્માનિયા યુનિવર્સીટી

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઈન, અમદાવાદ

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફોટોગ્રાફી

દિલ્લી કોલેજ ઓફ ફોટોગ્રાફી



આ પ્રમાણે ઉપરોક્ત આર્ટિકલમા દર્શાવ્યા પ્રમાણે કોઈ પણ ફીલ્ડ મા Specialization કરીને એક સારા પ્રોફેશનલ ફોટોગ્રાફર બની શકો છો. જે તમારા કેરીયર ને ઉંચાઈ સુધી લઈ જવામા મદદ કરી શકે છે. દા.ત. જો તમાફે ફેશન ફોટોગ્રાફર બનવુ હોય તો તમે Fashion Photography મા Specialization કરી શકો છો. 

છેલ્લે એટલુ કહુ કે આ ઉપરોક્ત આર્ટિકલના માધ્યમથી હુએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે Professional Photographer કેવી રીતે બની શકાય. આશા રાખુ છુ કે તમને આ આર્ટીકલના માધ્યમથી જાણકારી મળી હશે. જો યોગ્ય લાગે તો કોમેંટ જરુર થી કરશો.


Post a Comment

3 Comments